મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા વીર વિદરકા ગામથી નવાગામ જવાના રસ્તે આવેલ તળાવ નજીક રેઇડ કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ઠંઠા આથાના જંગી જથ્થા સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે સ્થળ ઉપરથી ૮૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ. ૨૦ હજાર સાથે આરોપી અલ્તાફભાઇ હસણભાઇ સંઘવાણી ઉવ.૨૭ રહે.વિર વિદરકા ગામ ભરવાડવાસ તા.માળીયા(મી) વાળાની અટકાયત કરી હતી. આ સાથે પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પકડાયેલ આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.