મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ બિહાર રાજ્યના દેવપુરા સમસા ગામના વતની અમરનાથ સુખદેવભાઈ તાંતી ઉવ.૩૧ ગઇ તા. ૧૭ એપ્રિલના રોજ ગુરુકૃપા ટ્રેડિંગ કંપનીમાં મજૂરીના કામ દરમિયાન અચાનક ઉલ્ટી થઇ જતા પોતાનાં રૂમમાં જઈ આરામ કરવા સૂઈ ગયો હતો. ત્યારપછી તા. ૧૮ એપ્રિલના સવારે અંદાજે ૭:૩૦ વાગ્યે તેને જમવા તથા મજૂરી કામ અર્થે જગાડવામાં આવ્યો ત્યારે તે બેભાન હાલતમાં હોય, જેથી પરિવારજનોએ તરત ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી મોરબી સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં હાજર ડૉક્ટર સાહેબે તપાસ કર્યા બાદ અમરનાથને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. ત્યારે ઘટનાની જાણ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.