મોરબી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડી પાડયો છે. માળીયા -જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે રોડ ઉપરથી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ ફોર વ્હીલ કારમાંથી દેશી દારૂ ૪૦૦ લીટર કિંમત રૂ.૮૦,૦૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.૩,૮૦,૦૦૦/- નો મુદામાલ પકડી ગાડીનો ફરાર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ અટકાવવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ, એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માળીયા-જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે આવતા સામેથી આવતી એક ફોર વ્હીલ ગાડી જોતા શંકાસ્પદ જણાતા તે ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ઉભી રાખવા કહેતા તે ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રોડની સાઇડે ઉભી રાખી હતી. અને પોલીસ તેની પાસે જતા ફોર વ્હીલ ગાડીના ચાલકને પોલીસ અંગેની શંકા જતા પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રેઢી મુકીને નાશી ભાગી હતો. જેથી ફોર વ્હીલ ગાડી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ કંપનીની રજી.નં. GJ-03-LG-0392 માંથી અલગ-અલગ પ્લાસ્ટીકના બાચકા ૮ નંગ જેમાં દેશી દારૂ ૪૦૦ લિટર કિ.રૂ.૮૦,૦૦૦/- તેમજ ફોર વ્હીલ ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૩,૮૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-03-LG-0392 નો ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરૂદ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.