સેવાકીય પરહિત કર્મ ગ્રુપના સહયોગથી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને જીવદયા અંગે જાગૃત કરતી પ્રવૃતિ યોજાઈ.
મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને જીવદયા અને અબોલ જીવોની સેવા વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કીડીયારું પુરવાની તાલીમ આપવામાં આવી હતી. પરહિત કર્મ ગ્રુપના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોને નાળિયેરના ખોખામાં કીડીયારું તૈયાર કરવા અને તેને અલગ અલગ સ્થળે મૂકી નાના જીવોને ખોરાક મળી શકે એ અંતર્ગત માહિતી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં એક સુંદર અને સંવેદનશીલ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યમાં પરહિત કર્મ ગ્રુપના સહયોગથી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે કીડીયારું પુરવાની તાલીમ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને અબોલ જીવદયાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન તેમને નાળિયેરના ખોખા દ્વારા કીડીયારું કેવી રીતે તૈયાર કરવું અને તેને વિવિધ વિસ્તારોમાં કેવી રીતે રાખવું તેની વિગતો સાથે જાણકારી આપી હતી.
અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેર માં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકે એ અંતર્ગત આ માહિતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ, આપણી સંસ્કૃતિના વિવિધ મૂલ્યો પૈકી જીવદયાને જાળવી રાખતો ઉપક્રમ કીડીયારું પુરવું અને તેના દ્વારા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા.