જીલ્લા પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સંસ્કૃત ભારતીના સહયોગથી શાળામાં સંસ્કૃત અભ્યાસ માટે નવી દિશા.
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે આવેલી સરકારી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને અભ્યાસને વધુ બળ પૂરું પાડવાનું સંકલ્પ લેવાયો હતો.
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામમાં શૈક્ષણિક અને સંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ ઉદ્યમના રૂપમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન રવિવાર, ૧૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ધામધૂમથી યોજાયું હતું. રાતીદેવડીની સરકારી શાળામાં યોજાયેલા આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જીલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગના સહયોગથી તથા સંસ્કૃત ભારતી મોરબીના માર્ગદર્શનમાં યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્કૃત ભારતી વાંકાનેર સંયોજિકા ડૉ. પાયલબેન ભટ્ટે વિશેષ યોગદાન આપ્યું હતું. તેમણે તમામ આયોજનમાં આગવી ભૂમિકા ભજવી હતી અને શાળામાં સંસ્કૃત ભાષા પ્રત્યેની રુચિ વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા. ઉદ્ઘાટન પ્રસંગે મોરબી જનપદ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.