મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાના ચાર માળીયા મકાનની ખુલ્લી ચાલીમાં અમુક ઇસમો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા હોય જેથી ત્યાં રેઇડ કરી જુગાર રમી રહેલા ભરતભાઇ રમેશભાઇ બાટી ઉવ.૨૪ રહે.લીલાપર રોડ કડિયાવાસ, સની નીતીનભાઇ કાંજીયા ઉવ.૨૧ રહે.ચાર માળીયા લીલાપર રોડ, સની વિજયભાઇ ડાભી ઉવ.૧૯ રહે.ચાર માળીયા લીલાપર રોડ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસની રેઇડ દરમિયાન આરોપી આફતાફ હાજીભાઇ સમા પોતાનો મોબાઇલ મૂકીને નાસી ગયો હતો, જેથી પોલીસે તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે, જ્યારે બીજીબાજુ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૧,૯૦૦/-તથા બે મોબાઇલ સહિત ૧૧,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.