Monday, April 21, 2025
HomeGujaratમોરબી એસઓજીએ લાલપર ગામ નજીક રહેણાંક મકાનમાંથી પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને...

મોરબી એસઓજીએ લાલપર ગામ નજીક રહેણાંક મકાનમાંથી પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

એસ.ઓ.જી ટીમ મોરબી દ્વારા મોટર સાયકલના હુકમાં થેલીઓમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવી રહેલ એક ઇસમને વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાના જથ્થા સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ કરતા મકાનમાં પણ પોશડોડાના જથ્થો છુપાવ્યાની કબૂલાત આપતા ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગે તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી હતી. જે અંતર્ગત એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશભાઈ વાલજીભાઇ, એ.એસ.આઇ. મદારસિંહ માલુભાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી કે, માધાભાઈ કારાભાઈ ટોયેટા/ભરવાડ રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE નંબર GJ36AG1845 વાળા મોટર સાયકલના હુકમાં થેલીઓમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ પોતાના કબજામાં રાખી પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવી રહ્યો છે. જે બાતમી આધારે પંચો તેમજ પોલીસ સ્ટાફ સાથે લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઇવે રોડ પર વોચ ગોઠવી તે દરમ્યાન સર્વીસ રોડ પર એક ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાના જથ્થા સ્થળ પર મળી આવતા તેની વધુ પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના કબજા ભોગવાટા વાળા રહેણાંક મકાન સૌમૈયા સોસાયટી, વાવડીરોડ, મોરબી ખાતે રાખેલ હોવાનુ જણાવ્યુ હતુ. આરોપી માધાભાઇ કારાભાઇ ટોયેટા પાસેથી ગે.કા.માદક પદાર્થ પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯ ગ્રામ જેની કિંમત રૂ.૯,૫૭૦/-, ગેર કાયદેસર માદક પદાર્થ પોશડોડાના પાવડરનો જથ્થો વજન ૧ કિલો ૨૧૦ ગ્રામ જેની કિંમત રૂ.૩૬૩૦/-, ૫૦૦ ના દરની નોટ નંગ-૭ તથા ૨૦૦ના દરની નોટ નંગ-૧ તથા ૧૦૦ના દરની નોટ નંગ-૮ મળી કુલ રોકડ રૂપીયા ૪૫૦૦/- તેમજ વનપ્લસ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦/- અને CD DELUXE મોટર સાયકલ રજિ.નં:-GJ36AG1845 કિંમત રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા-૭૨,૭૦૦/ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(બી) મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.

જેમાં એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, એ.એસ.આઇ રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મનસુખભાઇ દેગામડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, જુવાનસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંચુ તેમજ અશ્વિનભાઇ વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!