મોરબીમાં આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજીસ અને દિવ્ય ભાસ્કર સમાચારપત્રના સંયુક્ત ઉપક્રમે ધો.12 પછી શું એ વિષય પર કેરિયર ગાઈડન્સ સેમિનાર તા. 26 એપ્રિલને શનિવારના રોજ સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માંગતા વિધાર્થીઓ મોબાઇલ નંબર અને ઓનલાઈન મારફતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે….
મોરબીમાં આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજીસ અને દિવ્ય ભાસ્કર સમાચારપત્રના સંયુક્ત ઉપક્રમે ધો.12 પછી શું એ વિષય પર કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ કેરિયર બનાવવા માટેના સ્વપ્ન સાકાર કરવામાં આવશે. જેમાં મોટિવેશન સ્પીકર તરીકે ડો. શૈલેષ સાગપરિયા કારકિર્દી વિષય પર માર્ગદર્શન આપશે. મોરબી લક્ષ્મીનગર નવયુગ ટાઇલ્સ પાસે આર્યવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે
26 એપ્રિલ સવારે 9-30 થી 11-30 સુધી સેમિનાર યોજાશે. જેના માટે
મો.9512410064 અથવા ઓનલાઈન
https://docs.google.com/forms/d/e/1FAIpQLScbcV1CmZB6b7dPz4Qdw8JjJeCXJVqlHinB-yn8il4jMTIP4g/viewform
લિંક પર રેજીસ્ટ્રેશન કરાવી શકાશે. જે સેમીનારમાં GCAS પોર્ટલ, મેડીકલ, પેરામેડીકલ તેમજ ટેકનીકલ એડમીશન કમિટીની સંપૂણ માહિતી, સ્કોલરશીપ અને શૈક્ષણિક લોનની માહિતી,> ઉચ્ચશિક્ષણનાં તમામ અભ્યાસ ક્રમોની માહિતી> યુપીએસસી, જીપીએસસી, કલાસ-૧-૨-૩ વગેરેની ભરતી તેમજ પરીક્ષાઓની માહિતી, આર્યતેજમાં ચાલતા કોર્ષની માહિતી, સેમીનારમાં આવનાર વિદ્યાથીને સુનિશ્ચિત સ્કોલરશીપ વાઉચર અને ગીફટ તેમજ ત્રણ લકી ડ્રો વિદ્યાથીને ૧૦૦%, ૭૫% અને ૫૦% સુધીની સ્કોલરશીપ નો લાભ મળશે. જે સેમીનારમાં ઉપસ્થિત રહેવા ટ્રાન્સપોર્ટેશન સુવિધા સરા ચોકડી – હળવદ, ચંદ્રપુર ચોકડી-વાંકાનેર, પીપળીયા ચાર રસ્તા, લતીપર ચોકડી-ટંકારા, ગાંધીચોક જુના બસ સ્ટેન્ડ-મોરબી, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, રવાપર રોડ-મોરબી અને મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર ચોકડી, ગેંડા સર્કલ-મોરબી ખાતેથી વ્યવસ્થા કરવામાં આવી છે.