મોરબી શહેરની અવની ચોકડી નજીમ મયુર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક જગજીવનભાઈ ભીમજીભાઈ અધારા ઉવ.૭૨ ગઈકાલ તા.૨૦/૦૪ ના રોજ પોતાના ઘરના મેઈન હોલમાં બેઠા હોય તે દરમિયાન જોરદાર હાર્ડ એટેક આવતા જગજીવનભાઈ પડી જઈ બેભાન થઈ ગયા હતા, જેથી પરિવારજનો તાત્કાલિક તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ મોરબી સીવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી જગજીવનભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.