હળવદ ટાઉનમાં પંચમુખી ઢોરે અવાળા પાસે બાવળના છાયે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીની પોલીસે અટક કરી છે, જેમાં આરોપીઓ ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના નસીબ આધારિત પૈસાની હારજીતના જુગારની મજા માણતા આરોપી મુન્નાભાઇ સોમાભાઇ પારેવાડીયા ઉવ.૪૦ રહે.હળવદ પંચમુખી ઢોરો હનુમાનજી મંદિર સામે, નીતીનભાઇ ખીમશંકરભાઇ જોષી ઉવ.૬૦ રહે.હળવદ સરા રોડ હરીનગર ગોલ્ડ-૧ તથા વિક્રમભાઇ ડાયાભાઇ સીતાપરા ઉવ ૩૦ રહે.હળવદ પંચમુખી ઢોરે શિવ મંદિર પાસે વાળાની અટકાયત કરવામાં આવી હતી, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૪,૦૫૦/- જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.