Tuesday, April 22, 2025
HomeGujaratએસીબીનો સપાટો:પાટણ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીના હેડ કલાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી...

એસીબીનો સપાટો:પાટણ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીના હેડ કલાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

પાટણ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી કચેરીના સહકારી અધિકારી ધીરધાર (હેડ કલાર્ક) લાંચ લેતા એ.સી.બી. ના છટકામાં પકડાય ચૂક્યા છે.ફરિયાદના નાણાં ધિરનાર વ્યવસાય કરતા ફરિયાદીએ ઓનલાઈન કરેલી પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓમાં ભૂલ હોય જે સુધારવા માટે કહેતા હેડ ક્લાર્ક એક એન્ટ્રી ના ૪૦૦ લેખે ૮,૮૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ લેતા એ. સી.બી. એ છટકુ ગોઠવી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

એ.સી.બી. દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. જેમાં જાગૃત ફરીયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોઈ અને સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી હતી. જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા માટે ફરીયાદી પાટણ જિલ્લા રજીસ્ટર સહકારી મંડળી કચેરીના વર્ગ -૩ સહકારી અધિકારી ધીરધાર (હેડ કલાર્ક) રણછોડભાઇ લક્ષ્મણભાઈ ગોહિલને મળતા આક્ષેપિતે એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની ૨૨ એન્ટ્રીઓના રૂ.૮,૮૦૦/- ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરી લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરીયાદી સાથે વાતચીત કરી ગેર-કાયદેસર લાંચની રકમ રૂ.૮,૮૦૦/-. સ્વીકારી, આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કરતાં હેડ ક્લાર્ક રણછોડભાઈ ગોહિલને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.. જેમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ પાટણ અને સુપર વિઝન અધિકારી તરીકે એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!