મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નં.૧૧ માં ઇમરાન ઉર્ફે નાનકો’ના રહેણાંક નજીક રેઇડ કરી હતી, ત્યારે પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની બોટલ ભરી હેરાફેરી કરતા ઇમરાન ઉર્ફે નાનકો પોલીસને જોઈને પ્લાસ્ટિકનું બાચકું મૂકીને નાસી ગયો હતો, ત્યારે પોલીસે પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી રોયલ સ્ટગ વ્હિસ્કીની ૧૧ બોટલ કિ.રૂ.૭,૭૦૦/- મળી આવી હતી. હાલ પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઈ કટીયા મૂળ રહે. વવાણીયા તા.માળીયા(મી) હાલ રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં.૧૧ જોન્સનગરના ઢાળીયા પાસે વાળાને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.ગુનો દાખલ કરી તેની અટક કરવા તપાસની તજવીજ શરૂ કરી છે.