મોરબીમાં વધુ એક ડમ્પર હડફેટે મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નિપજ્યાંનો બનાવ સામે આવ્યો છે, ડમ્પર દ્વારા છાસવારે બનતા માર્ગ અકસ્માતના બનાવમાં વધુ એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, જેમાં એક વૃદ્ધ મોટર સાયકલ લઈને જતા હોય તે દરમિયાન ટીંબડી ગામના પાટીયા પાસે રોડ ઉપર ડમ્પરના ચાલક દ્વારા ગફલતભરી અને પુરપાટ ઝડપે પોતાના હવાલવાળું ડમ્પર ચલાવી આવીને મોટર સાયકલને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જેમાં વૃદ્ધને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના દીકરાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવી ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોંવિદભાઇ ઝાપડા ઉવ-૩૦ એ તાલુકા પોલીસ મથકમાં ડમ્પર રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૮૧૪૬ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૦/૦૪ના રોજ ફરિયાદી મનોજભાઇ પિતા ગોવિંદભાઇ ભાયાભાઈ ઝાપડા પોતાનું મોટર સાયકલ રજી.નં.જીજે-૩૬-એન-૫૬૭૭ લઈને જતા હોય તે દરમિયાન ટીંબડી ગામે આશાપુરા ટાટા ના વર્કશોપ નજીક ઉપરોક્ત ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આ કામના ફરીયાદીના પિતાજી ગોંવિદભાઇ ભાયાભાઇ ઝાપડાના હવાલા વાળા હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલને હડફેટે લઇને અકસ્માત કર્યો હતો, આ અકસ્માતમાં ગોવિંદભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી છે.