મોરબી પોલીસ દ્વારા જુગારના અલગ અલગ બે દરોડામાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં બેલા ગામની સીમમાં જેતપર-મોરબી રોડ ઉપર સીએનજી પમ્પની સામે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ઈમરાનભાઇ વલીમંમદભાઇ કટારીયા ઉવ.૩૦ રહે-કુલીનગર -૦૧ વીશીપરા મોરબી તથા હિમાશુભાઇ ભરતભાઇ બાવળીયા ઉવ.૨૧ રહે-મહેન્દ્રન્ગર ચોકડી સી.એન.જી.પંપની સામે મોરબી -૦૨ વાળાને રોકડા રૂ.૧,૨૧૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે, જ્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામના તળાવ નજીક જાહેરમાં તીનપત્તીની બાઝી માંડી બેઠેલા અલ્તાફભાઇ અનવરભાઇ પઠાણ ઉવ-૧૯ રહે. વીશીપરા સ્મશાન પાસે મોરબી તથા અલ્તાફભાઇ હુસેનભાઇ જીંગીયા ઉવ-૨૪ રહે. વીશીપરા મોરબી વાળાને રોકડા રૂ.૫૧૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે, હાલ તાલુકા પોલીસે અલગ અલગ બે રેઇડમાં પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.