હળવદ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ પ્રકાશભાઈ પરમાર પોતાના રહેણાંકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ વાઈટ બ્લુ સિલેક્ટ વ્હિસ્કીની શીલપેક ૧૦ બોટલ કિ.રૂ.૬,૩૪૦/-મળી આવી હતી, આ સાથે આરોપી પ્રકાશભાઇ મગનભાઇ પરમાર ઉવ.૩૫ ની સ્થળ ઉપરથી ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.