મોરબીના નાનીવાવડી ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાની વાવડી ગામે તળાવની પાળ પાસેથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના માથાના ભાગે, પગના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હત્યા ક્યાં કારણોસર અને કોણે કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના નાનીવાવડી ગામે મોડી રાત્રે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં તળાવની પાળ પાસે અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં યુવકને માથાના ભાગે, પગના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે ઇજાઓના નિશાન જોવા મળ્યા હતાં. મોરબી તાલુકા પોલીસે અગલ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન નાનીવાવડી ગામનો ૩૫ વર્ષીય દીપક ભાણજી મકવાણા હોવાનું ખુલ્યું છે. જેની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.