માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે જુના અંજીયાસર ગામ તરફ જવાના રસ્તે બાવળની કાંટમાં છુપાવેલ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડા આથાનો ૨૦૦ લીટર જેટલો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે પોલીસની રેઇડ દરમિયાન આરોપી ફારૂક ફતેમામદભાઇ મોવર રહે.કાજરડા હાજર મળી ન આવતા, તેને ફરાર દર્શાવી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા આગળની તપાસ ચલાવી છે.