અગન ઓકતા આકાશથી કાળા માથાના માનવી થી લઈને પશુ પક્ષી સહિતના જીવમાત્ર કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે બનતા તમામ પ્રયાસ કરી થોડી ઘણી રાહત મેળવી રહા છે ત્યારે ટંકારા શહેરની મુખ્ય બજારોમાં દુકાનદારો એ ટેમ્પરેચર મેઈન્ટેનન્સ કરવા માટે નવતર કવાયત આદરી ભાસ્કરના સિધ્ધા કિરણો તાડપત્રી માં ઝીલી અસહ્ય ઉકળાટ અને ગરમીમાં થોડીક રાહત મેળવવા બજારમાં ડેરાતંબુ તાણીને સુર્યના કિરણો ઝીલવા કવાયત કરતા હોવાની તસવીરો સામે આવી છે.