મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલામાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અનેક પ્રવાસીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જે દુઃખદ ઘટનાને લઈને આજરોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં દુઃખદ અવસાન પામેલા પ્રવાસીઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આવું ક્રૂર કૃત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.