જમ્મુ કાશ્મીરના પહલગામની બાજુમાં બાઈસરનમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ પર્યટકો પર ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના મોત થયા છે. જે ઘટનાને લઈને મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ લોકોને કરી હતી. તેમજ આતંકવાદી હુમલાના વિરોધમાં તા. ૨૫/૦૪/૨૫ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલીનું આયોજન કર્યું છે. તેમજ ૧૧ વાગ્યે નગર દરવાજા ખાતે આતંકવાદીના પૂતળાંના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં પહલગામની બાજુમાં બાઈસરનમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ કાશ્મીર ફરવા ગયેલા પર્યટકોને તેમનો ધર્મ પૂછી કલમાં વાંચવાનું કહી તેમજ લોકોના પેન્ટ ઉતારીને ધર્મ ચેક કરવામાં આવ્યો અને પછી હિન્દુ હોવાને કારણે મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સખ્ત શબ્દોમાં નિંદા કરી આતંકવાદીઓના વિરોધમાં તા. ૨૫/૦૪/૨૪ ને સવારે ૯:૩૦ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલીનું આયોજન કર્યું છે. તેમજ ૧૧ વાગ્યે નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.. જે કાર્યક્રમમાં મોરબીની સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારી એસોસિયેશન વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે ગઈ કાલ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબીની મેઈન બજારમાં દુકાને- દુકાને સ્ટીકર પણ મારવામાં આવ્યા કે જો કોઈ ઇસ્લામિક આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરતા હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરે એવી અપીલ મોરબીની સનાતની હિન્દુ જનતા પાસે કરવામાં આવી રહી છે..તેમજ મોરબી નગરના તમામ વેપારી એસોશીયને કાલ સવારે અડધો દિવસ બંધનું એલાન કર્યું છે જે નિર્ણયની વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી દ્વારા સરાહના કરવામાં આવી છે.