શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું હતું. પરંતુ જમ્મુના પહલગામમાં થયેલ આંતકવાદી હુમલા ને લઇને શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા જન્મોત્સવની ઉજવણી તેમજ ભોજન પ્રસાદનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરાયો છે. અને હિન્દુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પરશુરામ દાદાને આરતી કરી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્રહિત પ્રથમ મહત્વ આપી હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં નિર્મમ રીતે હિન્દુઓને આતંકવાદીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે. જેના કારણોસર તા. ૨૯/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને તારીખ ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ માત્ર પરશુરામ દાદાને આરતી કરી તેમજ તમામ મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે… તેમજ સમગ્ર ઘટનામાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી હિન્દુઓ સાથે છે અને સંવેદના વ્યક્ત કરે છે.તેમ પ્રમુખ જયદીપભાઈ મહેતા,મહામંત્રી ધ્વનિતભાઈ દવે,મહામંત્રી ઋષિભાઇ મહેતા અને મહામંત્રી હાર્દિકભાઈ ભટ્ટ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.