Friday, April 25, 2025
HomeGujaratમોરબી: ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક શખ્સને પકડી પાડતી...

મોરબી: ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો ટીમે સરતાનપર રોડ પરથી એક શખ્સને ચોરી કે છળકપટથી મેળવેલ હિરો એક્સટ્રીમ મોટર સાઇકલ કિ.રૂ.૫૦ હજાર સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઇસમ રાજસ્થાનનો વતની અને હાલ રીય સિરામિક ખાતે મજૂરી કામ કરતો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઈમ બ્રાંચ ટીમને ટેકનિકલ તથા ખાનગીસૂત્રો અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ કાલા દિવાનભાઈ ગુજર ઉવ. ૨૩) રીય સિરામિક ખાતે મજૂરી કરતો હોય જે સરતાનપર રોડ ઉપર એક હિરો એક્સટ્રીમ બાઈક લઈને વાંકાનેર હાઈવે તરફ જતો હોય, જે બાઈક ઉપર નંબર પ્લેટ ન હોય અને આ મોટર સાઇકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોય, જેથી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે તુરંત સ્થળ ઉપર વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમને અટકાવી પુછપરછ કરતા તેની પાસે મોટરસાયકલના કોઈપણ કાયદેસર દસ્તાવેજો ન હોય , ત્યારે ઇ-ગુજકોપ એપમાં સર્ચ કરતા મોટર સાઇકલના સાચા નંબર આરજે-૧૨-એસઝેડ-૨૭૨૫ આ મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી આરોપી કાલા દિવાનભાઈ ગુજર ઉવ.૨૩ રહે.હાલ રીય કારખાનામાં મૂળ રહે. કારેનકાપરા જી. કારોલી રાજસ્થાન વાળાને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે સોપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!