મોરબીના ત્રાજપર ચોકડી નજીક રામકુવા પાસે એક સ્કોર્પિયો કાર ડ્રાઈવર ચિક્કાર નશાની હાલતમાં મળી આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બે શીલપેક બોટલ મળી આવી હતી, આ સાતગે પોલીસે સ્કોર્પિયો કાર તરગ ઈંગ્લીશ દારૂની બે બોટલ સહિતનો મુદાનલ કબ્જે લઈ, આરોપી સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક આવેલ રામકુવા શિવ શક્તિ કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપર એક સ્કોર્પિયો જીજે-૦૨-ઈજી-૦૩૦૩ કાર સર્પાકાર રીતે ચલાવીને નીકળેલ એક ઇસમને રોકી તપાસ કરતા, સ્કોર્પિયો કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ સાથે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૭૫મીલી. શીલપેક બે બોટલ મળી આવી હતી, જેથી પોલીસે કાર ચાલક આરોપી કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા ઉવ.૩૬, રહે.હાલ રાતીદેવડી તા. વાંકાનેર અને મૂળરહે.મયુર સોસાયટી ત્રાજપર મોરબી વાળાની અટક કરી હતી, આ સાથે બી ડિવિઝન પોલીસે સ્કોર્પિયો કાર તથા વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.