પાકિસ્તાની ધ્વજના ચિત્ર પર ચાલીને લોકોનો વિરોધ, પૂતળાદહન અને અડધો દિવસ દુકાનો બંધ
મોરબી શહેરમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.સેવા એજ સંપતિ ફાઉન્ડેશન ના અજય લોરિયા દ્વારા જાહેર સ્થળોએ પાકિસ્તાની ધ્વજના ચિત્ર બનાવી, તેના પર ચાલીને અને વાહનો ચલાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવશે, આ ચિત્રો શહેરના નવા બસસ્ટેન્ડ, નહેરુગેટ ચોક અને વીસીપરાના નાકા જેવી ત્રણ મુખ્ય જગ્યાએ બનાવાયા છે, જેના ઉપરથી મૌન રેલી પણ પસાર થશે.
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દૂ પર્યટકોને તેમના ધર્મ પૂછીને કરવામાં આવેલી હત્યાની ઘટના સામે લોકોમાં ગુસ્સાની લાગણી ઉભી થઈ છે. જેના વિરોધમાં અનેકો સ્થળોએ વિરોધ-પ્રદર્શન કાર્યક્રમના ભાગરૂપે મોરબી શહેરમાં મૌન રેલી યોજાશે જેમાં નહેરુગેટથી શરૂ થતા પ્રદર્શનમાં લોકો પાકિસ્તાની ધ્વજના ચિત્ર પરથી ચાલીને પસાર થશે. રેલીના અંતે નહેરુગેટ ચોક ખાતે પાકિસ્તાનનો પૂતળાદહન કરવામાં આવશે. ત્યારે આ મૌન રેલીને મોરબીના વિવિધ વ્યાવસાયિક સંગઠનો, એસોસિયેશનો, તબીબો, વેપારીઓનું વિશાળ સમર્થન મળ્યું છે. તબીબો કાળી પટ્ટી બાંધીને પોતાની ફરજ બજાવશે જ્યારે વેપારીઓએ પોતાની દુકાનો અડધા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.