વાંકાનેરના અમરસર ગામે બજારમાં ભેંસને ગાડી અડી જતા તેમજ અગાઉની અદાવતમાં માલધારી સમાજના બે જૂથો આમને સામને આવી ગયા હતા અને સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું, જેમાં બંને પક્ષોએ લાકડીઓ, લોખંડના પાઇપ સહિતના ઘાતક હથિયારો સાથે એકબીજાઓ ઉપર તૂટી પડ્યા હતા, ત્યારે બન્ને પક્ષોએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા, પોલીસે બે મહિલા સહિત કુલ ૨૧ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના અમરસર ગામે રહેતા વિપુલભાઈ વિભાભાઈ ફાગલીયા ઉવ.૨૫ એ આરોપી ભાયાભાઇ ઝાલાભાઇ ગમારા, મહીપાલ ભાયાભાઇ ગમારા, સુનીલ ભાયભાઇ ગમારા, ઝાલાભાઇ ઉકાભાઇ ગમારા, ગોવીદભાઇ ઝાલાભાઇ ગમારા, પરબતભાઇ ઝાલાભાઇ ગમારા, હીન્દુભાઇ ધોધાભાઇ ગમારા, ભીખુભાઇ ઝાલાભાઇ, દેવાભાઇ ચકુભાઇ ગમારા, રાજુબેન ભીખુભાઇ તથા મોધીબેન ભાયાભાઇ રહે.બધા અમરસર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલ તા.૨૫/૦૪ ના રોજ ફરીયાદી વિપુલભાઈએ એ આરોપી ભાયાભાઈને તેના માલઢોર બજારમા નહી રાખવાનુ કહેતા ઉપરોક્ત આરોપી ભાયાભાઈ સહિતના તમામ આરોપીઓએ વિપુલભાઈ અને સાહેદો ઉપર લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરી, માથામાં અને શરીરે ઇજાઓ પહોંચાડી હતી.
જ્યારે સામાપક્ષે, ફરિયાદી મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા ઉવ.૨૧ એ સામી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી વિપુલભાઇ વિભાભાઇ ફાગલીયા, વિભાભાઇ વેલાભાઇ ફાગલીયા, ભગવાનજીભાઇ મચ્છાભાઇ ફાગલીયા, સુરેશભાઇ મચ્છાભાઇ ફાગલીયા, વિક્રમભાઇ વિભાભાઇ ફાગલીયા, દશરથભાઇ ભગવાનજી ફાગલીયા, પ્રકાશભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, સંજયભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, પબાભાઇ મચ્છાભાઇ ફાગલીયા તથા કાનાભાઇ પબાભાઇ ફાગલીયા રહે.તમામ અમરસર તા.વાકાનેર વાળાઓને અગાઉ ખેતરમા ભેસો ગયેલ હોય જે બાબતે બોલતા ચાલતા ન હોય અને ગઈકાલે આરોપીઓની ભેસ સાથે ગાડી અડી જતા જે બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે તમામ આરોપીઓએ આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડીઓ લઇ આવી સાહેદ ભાયાભાઇને માથામા તથા હાથે ખંભાના ભાગે માર મારી ખંભાના ભાગે ફેક્ચર કરી ભાગી ગયા હતા, જઇ તથા આરોપી નં. ૫ થી ૮ નાઓ પાછળથી લાકડીઓ લઇ આવી ગાળો બોલી સાહેદોને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મકાનની બારી તથા મોટર સાયકલમાં નુકશાન કરી જતા રહેલ હતા.
હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને પક્ષોની ફરિયાદને આધારે બે મહિલા સહિત કુલ ૨૧ આરોપીઓ સામે બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.