મોરબી મહાનગરપાલિકા દ્વારા ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરે મેલેરીયા નિવારણ અંગે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ, પોસ્ટર રેલી અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાયા હતા.
તા.૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા મેલેરીયા વિરુદ્ધ જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિશ્વ મેલેરીયા દિવસની થીમ “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite” તરીકે નક્કી કરવામાં આવી છે, જેના આધારે મેલેરીયાની બીમારીને નિયંત્રણ માટે તથા મેલેરીયાને જડમૂળથી નાબૂદ કરવાના સંદેશ સાથે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત, મેલેરીયાના લક્ષણો અને તેનાથી બચવા માટેના પગલાં અંગેની માહિતી પત્રિકાઓ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં રોગવિષયક જાગૃતિ ફેલાવવા માટે રંગબેરંગી પોસ્ટરો અને બેનરો સાથે રેલી પણ યોજી, મેલેરીયા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.