વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર લોખંડની એન્ગલ ભરેલ ટ્રક ટ્રેલરનો ઓવરટેક કરવા જતા, બહાર નીકળેલ એન્ગલ સાથે સુ.નગર જીલ્લાના મોટા મોલડી ગામે રહેતો યુવક બાઇક સહિત અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે અકસ્માતની ઘટના બાદ ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાના મોટી મોલડી ગામે રહેતા વિપુલકુમાર વીરજીભાઇ મેઘાણીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેલર રજી.નં. એમએચ-૪૬-એએફ-૯૦૫૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૬/૦૪ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં આરોપી ટ્રક ટ્રેલર વાળાના ચાલકે પોતાના હવાલાવાળા ટ્રક ટેઇલરમાં લોખંડનો સામાન ઇંગલો ટ્રેઇલરની બહાર નીકળેલ હાલતમા ભરી ચલાવી નિકળતા ફરીયાદીના ભાઇ પ્રકાશભાઇ પોતાના હવાલાવાળુ સપ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-બીએચ-૧૫૪૯ વાળુ લઇને વાંકાનેર બાઉન્ટ્રી તરફ જતા હોય ત્યારે દેવાબાપાની જગ્યા પાસે હાઇવે રોડ પર પહોંચતા ટ્રક ટ્રેઇલરની સાઇડ કાપવા જતા ટ્રેઇલરની બહાર નીકળેલ ઇંગલ સાથે બાઇક ચાલક પ્રકશભાઈ અથડાતા તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, અગાઉ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને નાસી ગયો હતો, હાલ વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.