હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના કેદારીયા ગામની સીમમાં આવેલ વોકળા માં રેતીની અંદર છુપાવીને રાખેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે હળવદ પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈને આરોપીને ફરાર દર્શાવી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે તાલુકાના કેદારીયા ગામે રહેતા ચેતનભાઈ કોળીએ ગામમાં આવેલ નેશડા નામની સીમમાં આવેલ વોકળાની રેતીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ મળેલ હકીકતને આધારે કેદારીયા ગામે દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે વોકળાની રેતીમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલની ૫૪ નંગ બોટલ કિ.રૂ.૩૪,૬૧૪ ઝડપી લીધી હતી, જ્યારે દરોડા દરમિયાન આરોપી ચેતનભાઈ ભરતભાઇ કોળી રહે.કેદારીયા તા.હળવદ વાળો સ્થળ ઉપર હાજર ન મળી આવતા, તેબી ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.