જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ ૨૬ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારે દેશભરના લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
ત્યારે મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમા ચરાડવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહલગામમાં મૃત્યુ પામેલા દિવંગતોને સાધુ સંતો અને ગામજનોએ શ્રધાંજલિ પાઠવી હતી.