પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન મૃતકોના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં ૨૬ લોકોના દુઃખદ અવસાન થયા છે જેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરબીના દરબારગઢ ચોક રામ મહેલ મંદિર પાસે, આજે તા .૨૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે.જે કાર્યક્રમમાં તમામ મોરબીના ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.