Monday, April 28, 2025
HomeGujaratમાળીયા તાલુકાના ત્રણ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત

માળીયા તાલુકાના ત્રણ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત

માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકામાંથી રત્નમણી પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકીયા, રાસંગપર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ગામી અને સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતન વનાળીયાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે…

- Advertisement -
- Advertisement -

માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણીય સ્થાનિક સમસ્યાને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેનાં પરિણામલક્ષી પગલાં ભરવા સંકલ્પબદ્ધ થઈને ટૂંકા સમયમાં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ગુજરાતમાંથી 2525 જેટલાં પર્યાવરણ સંરક્ષકોના સન્માન કરવામાં આવ્યું છે. જેમાં માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ આપવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયા, રાસંગપર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ગામી અને સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતન વનાળીયાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!