મોરબી જિલ્લા પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે. પોલીસે ટીમો બનાવી જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી દરમિયાન લગભગ 10 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ ગોળીબાર કરીને નિર્દોષ લોકોના મોત નિપજાવ્યા હતા. જેને લઈને સમગ્ર દેશમાં માહોલ આતંકવાદીઓ પ્રત્યે રોષ ફેલાયો છે. બીજી તરફ બાંગ્લાદેશીઓ છુપી રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતના વિવિધ શહેરમાં વસવાટ કરતા હોય છે. ઘણા લોકો અહીંયા રહીને ગેરકાયદે પ્રવૃત્તિ પણ કરે છે. તેને લઈને મોરબી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અને પાંચ મહિલા, ત્રણ પુરુષ સહિત દશ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રપ્રાંતિઓની વસાહત ધરાવતા અનેક વિસ્તારોમાં મોરબી એલસીબી, એસઓજી દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડી દસ્તાવેજી પ્રકિયા શરૂ કરવામાં આવી છે.