સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ને “ આંતરરાષ્ટ્રીય સહકારીતાવર્ષ” જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મોરબી જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સફાઇ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે માર્કેટ યાર્ડ દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે ૯.૦૦ વાગ્યે તેમજ મોરબી નાગરીક બેન્ક દ્વારા મહાદેવ મંદિર, પરષોત્તમ ચોક, દાવજીપ્લોટ, શેરી નં. ૪ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જોડાવા સહકારી સંસ્થાઓ અને તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….
વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “ સહકાર થી સમૃધ્ધી” સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ને“ આંતરરાષ્ટ્રીય સહકારીતાવર્ષ” જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગ રૂપે ૧લી મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમીતે મોરબી જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સફાઇ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દરેક ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમીક મંડળીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરી આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની વ્યાપક ઉજવણી કરવામાં આવશે. ૧ લી મે ના રોજ મોરબી ખાતે માર્કેટ યાર્ડ દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે ૯.૦૦ વાગ્યે તેમજ મોરબી નાગરીક બેન્ક દ્વારા મહાદેવ મંદિર, પરષોત્તમ ચોક, દાવજીપ્લોટ, શેરી નં. ૪ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. જે તમામ કાર્યક્રમમાં વ્યાપક પ્રમાણમાં લોકો જોડાય અને સહકારીતાનો સમાજમાં ફેલાવો થાય તેમજ મહાત્મા ગાંધીના” સ્વચ્છતા એ જ સેવા” નો મંત્ર ફળીભુત થાય તે માટે સહકારી સભાસદો અને જન સામાન્ય લોકોને સફાઇ અભીયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ અને તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે….