મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ બ્લુમાં રહેતા ૫૧ વર્ષીય કિશોરભાઈ વિનોદભાઈ ચંદારાણા નામના વેપારીએ ગઈકાલ તા.૨૯/૦૪ના રોજ કોઈ અકળ કારણોસર તેમના રહેણાંક મકાને પોતાની જાતે ઝેરી દવા પી લીધું હતી. ત્યારે પરિવારજનો દ્વારા કિશોરભાઈને સારવાર અર્થે મોરબીની માધવ હોસ્પિટલ બાદ આયુષ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન કિશોરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હાલ અત્રેની એ ડિવિઝન પોલીસે મૃત્યુના આ બનાવ અંગે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.