જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એ. સી.બી. દ્વારા વધુ એક લાંચ લેતા કર્મચારીને પકડી પાડવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીનું મકાન ન તોડવા પોઝિટિવ રિપોર્ટ આપી માટે રૂ. ૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ લેતા એ.સી.બી.પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા પકડી પાડવામાં આવ્યો છે…
મળતી માહિતી અનુસાર, એ. સી.બી. દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી છે. જેમાં ફરિયાદી ઉપર પહેલા ગુનાઓ દાખલ થયા હતા. ત્યારે હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં કે ગેરકાયદેસર હોય તે મકાનોને તોડવા અંગેની કાર્યવાહી ચાલુ છે. ત્યારે આરોપી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કોઈ કાર્યવાહીની કોઈ જવાબદારી પોતાના હસ્તક ન હોવા છતાં ફરિયાદીને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ કરવા માટે રૂપિયા.૨૫,૦૦૦/- ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે પાલનપુર તાલુકાના ડેરી રોડ શિવાલયા સોસાયટી સામે જાહેર રોડ પર શેરડીના કોલા ઉપરથી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) ને ગેર કાયદેસર લાંચ રૂ. ૨૫,૦૦૦/- લેતા પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. જેમાં ટ્રેપિંગ અધિકારી તરીકે એન.એચ.મોર પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન પાલનપુર અને સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.