Wednesday, April 30, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં આઠ જુગારી ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં આઠ જુગારી ઝડપાયા

મોરબી શહેર અને વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા જુગાર રમતા કુલ ૮ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં મોરબી શહેરમાં ૪ ને વાંકાનેરમાં ૧ એમ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રોકડા રૂ.૧૭,૬૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના રાતીદેવડી ગામની જાંબુડા હોકરા વાળી સીમમાં ખુલ્લા હોકરામાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ભુપતભાઇ વાલજીભાઇ મદરેસણીયા ઉવ.૩૫, પંકજભાઇ રમેશભાઇ સોલંકી ઉવ.૨૮ તથા કૈલાશભાઇ પ્રવીણભાઇ વોરા ઉવ.૨૯ ત્રણેય રહે- રાતીદેવડીવાળાને રોકડા રૂ.૧૫,૫૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા.

જ્યારે જુગારના બીજા દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ ભડીયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આરોપી અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા ઉવ.૨૮ રહે. સો-ઓરડી શેરી નં.૬ મોરબી-૨ વાળો વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા ૧૦૫૦/- તથા એક બોલપેન, વરલી ફિચરનાં આંકડા લખેલ એક ચિઠ્ઠિ સાથે મળી કુલ કિં.રૂ.૧૦૫૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

આ ઉપરાંત મોરબી શહેરના શનાળા રોડ ઉપર એબીસી પાનની બાજુમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા રવીભાઇ રામજીભાઇ મકવાણા ઉવ.૩૫ રહે.લાયન્શનગર શનાળા રોડ મોરબી તથા અશોકભાઇ કિશનભાઇ તળેટીયા ઉવ.૨૩ રહે. લાયન્શનગર શેરી નં-૪ શનાળા રોડ મોરબી વાળાને રોકડા રૂ.૨૧૦/- સાથે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે જુગારના ચોથા દરોડામાં મોરબીના વાંકાનેર દરવાજા સામે ઓટલા ઉપર જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા જીવરાજભાઇ શંકરભાઇ ધામેચા ઉવ.૪૯ રહે. મોરબી રણછોડનગર વાળાને રોકડા રૂ.૬૦૦/- તથા વર્લી મટકાના જુગારના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી હતી.

આ સિવાય પાંચમા દરોડામાં મોરબી લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આરોપી ઇકબાલભાઇ નુરમામદભાઇ ગાલબ ઉવ.૩૭ રહે. મહેંદ્રપરા શેરી નંબર ૭ મોરબી વાળો જાહેરમા વર્લી મટકાના આકડાનો નશીબ આધારિત આંકડાઓ રમી રમતા રેઇડ દરમ્યાન જુગાર સાહિત્ય વર્લી ફીચરના આંકડા લખેલ એક ચીઠી તથા બોલપેન તથા રોકડ રૂપીયા ૩૨૦/- ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો.

આમ પોલીસે જુદા જુદા કુલ પાંચ દરોડામાં પકડાયેલ આઠ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!