અન્નકૂટ ધરાવાયો, આરતી યોજાઈ, તેમજ નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી
મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ કાશ્મીરના પહેલગામમાં હિંદુઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ભવ્યોત્સવ બદલે સાદગીપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં આરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી.
મોરબી: તારીખ ૨૯/૦૪/૨૦૨૫ના રોજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ પરંપરાગત રીતે દર વર્ષે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાતો હોય છે, પરંતુ આ વર્ષે કાશ્મીરનાં પહેલગામમાં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને લેતા ઉજવણી સાદગીપૂર્વક રાખવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રી પરશુરામ દાદાની આરતી કરવામાં આવી હતી તથા અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ આરતીમાં બ્રહ્મ સમુદાયના અનેક પરિવારો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાદગીપૂર્વક ઉજવાયેલ આ કાર્યક્રમ દરમિયાન દર વર્ષની જેમ, આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી સમારોહ પણ યોજાયો હતો. જેમાં પ્રમુખ પદે ઉદયભાઈ જોષી, મહામંત્રી પદે વિજયભાઈ રાવલ, તેમજ વિશ્વાસભાઈ જોષી અને હર્ષભાઈ વ્યાસની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.