મોરબી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડયો છે. હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર સાહેબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અંગે અસરકારક કામગીરી કરવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ તેમજ એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળી કે, કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ વાળાએ જુના દેવળીયા ગામની સીમમાં હળવદ હાઇવે ઉપર આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી રોયલ સ્ટગ વ્હીસ્કીની કાચની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની ૧૮૦ નંગ બોટલો કિંમત રૂ.૧,૨૧,૧૪૦/- અને થંડરબોલ્ટ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના બીયર ટીન ૭૪૪ નંગ કિંમત રૂ.૭૪,૪૦૦/-મળી કુલ રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયાની શોધખોળ હાથ ધરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
જેમાં એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી, પેરોલફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.