ખાખરાળા ગામ ખાતે આવેલ શ્રી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં તા. 2-5-2025ને શુક્રવારના રોજ શતાબ્દી મહોત્સવ ગુરુ વંદના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રિવિધ કાર્યક્રમ શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન સમસ્ત ખાખારાળા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ભૂતપૂર્વ તમામ વિદ્યાથીઓ અને સેવા આપનાર તમામ શિક્ષકોને આમંત્રણ પાઠવાયુ હતું.
જેમાં સંતો આશીર્વચન આપવા ઉપસ્થિત રહેવાના હતાં.પરંતુ ખાખરાળા ગામમાં યુવાન નું અકાળે અવસાન થતા દુઃખદ ઘટનાને પગલે હાલ સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.જેની સર્વેને નોંધ લેવા માટે સમસ્ત ખાખરાળા ગામ દ્વારા જાણ કરવામાં આવી છે.