મોરબી જીલ્લામાં અન્ય જીલ્લા કે રાજ્યમાંથી લાખોની સંખ્યામાં મજુર રોજગારી માટે આવે છે, આ મજુરોની પોલીસ સ્ટેશનમાં નોધ કરાવવાનો કાયદો હોવા છતાં હોવા છતાં મોટા ભાગના ઉધોગકારો કાયદાઓને ઘોળીને પી રહ્યા છે અને મજુરની નોધ કરાવતા નથી. એવામાં અત્યારે ઘુષણખોરી રોકવા સરકારના આદેશ મુજબ મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આ આવ્યો છે.
જેમાં મોરબી આસપાસ આવેલ ફેક્ટરીમાં એસપી રાહુલ ત્રિપાઠી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે. અને પરપ્રાંતીય શ્રમિકોના ઓળખકાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં એસ.પી રાહુલ ત્રિપાઠી ની સાથે મોરબી એલ.સી.બી., મોરબી એસ.ઓ.જી. તેમજ મોરબી તાલુકા પોલીસ સહિતની ટીમો જોડાઈ હતી.