નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તેમજ માળીયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે આગામી ખરીફ પાક માટે પાણી આપવાનું થાય છે. તેથી સિંચાઇના કે કેનાલ બાબતના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો તેને લઇને મોરબી સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે. જેમાં ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઇજનેર અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તો ખેડૂતોએ પોતાની માંગણી અને રજૂઆત સાથે સમયસર આવી જવા ધારાસભ્ય દ્વારા જાણ કરવામાં આવી છે.
નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યએ જણાવ્યું છે કે નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે આગામી ખરીફ પાક માટે પાણી આપવાનું થાય છે. તે માટે તેમજ જેઓને કેનાલ બાબતના પ્રશ્નો હોય તે માટે તા.૦૨/૦૫/૨૦૨૫ શુક્રવાર ના રોજ બપોરે ૧૨:૪૫ વાગ્યે સરકીટ હાઉસ મોરબી ખાતે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે મિટિંગમાં ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઇજનેર તેમજ અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેથી ખેડૂતોની માગણી અને રજુઆત સાથે સમયસર આવવા વીનંતી કરવામાં આવી છે….