મોરબીની મયુર ચોપાટી ફરવાનું તેમજ બેસવાનુ સ્થળ ઉપર જે બાકડા મૂકવામાં આવ્યા છે. તેમાં વધારો કરવામાં આવે તેમજ ગંદકીની બદલે સારી જગ્યાએ બાકડા મૂકવામાં આવે જેથી લોકો તેના પર બેસી શકે. મોરબીના સામાજિક કાર્યકરોએ મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખી વહેલી તકે ફરવા લાયક સ્થળ વિકસાવી બાકડા મૂકવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુ ભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઇ છબીલભાઈ કોટેચા વગેરેએ મોરબી પાલિકા કમિશ્નરને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, મોરબી હાલ મહાનગર પાલીકા બની છે. જ્યાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ તેમજ બાકડા મૂકવા જોઈએ. પરંતુ તંત્ર દ્વારા ગંદકી કરેલ જગ્યાએ અને માત્ર જૂજ બાકડા મૂકવામાં આવ્યાં છે તેથી બાકડાની સંખ્યા વધારી સ્વસ્થ અને સારી જગ્યાએ બાકડા મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકરો માંગ કરી છે. વધુમાં શહેરીજનો મયુર પુલ પર બેસવા આવે છે તેમને બાકડા ન હોવાથી નીચે બેસવુ પડે છે. તેમજ પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ વર્ષો જુનુ રાજા રજવાડાનું ફરવા જેવુ સ્થળ જે હાલમાં ખંઢેર હાલતમાં હોવાથી આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે તેથી પીકનીક સેન્ટરનું રીનોવેશન કરવા માટે પણ મોરબી મહાનગરપાલીકાના કમિશ્નરને વિનંતી કરવામાં આવી છે.