Friday, May 2, 2025
HomeGujaratસુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો:આરોપીને ઝડપી પાડી...

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો:આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી

દસાડા પોલીસ સ્ટેશનના વડગામના ચકચારી લુટ વીથ મર્ડરના બનાવ સામે આવ્યો હતો.જેમાં સૌ પ્રથમ તપાસ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ત્યાર બાદ સુરેન્દ્રનગર એલ.સી.બી.ને સોપવામા આવી હતી. જે અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીને મુદામાલ સાથે પોતાના વતન કીંખલોડ તાલુકો બોરસદ અને જિલ્લો આણંદ ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સાહેબ (IPS)એ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ખુન, ખુનની કોશીષ, લુંટ, ધાડ, ધરફોડ ચોરીઓના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને મુદામાલ સાથે શોધી કાઢવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજાને સૂચના આપી હતી. જે અંતર્ગત એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય પઠાણ એ એલ.સી.બી. અને પેટોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી દસાડા પોલીસ સ્ટેશનના વડગામ ખાતે ગત તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ ૭૧ વર્ષીય શાંતાબેન શંકરભાઇ ડોડીયા રહે.વડગામ વાળા પોતાના મકાનની બેઠકમા સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરવાના ઇરાદે મકાનમા પ્રવેશ કરી કાનમા પહેરેલ સોનાના વારીયા ખેંચીને ઇજા કરી તેમજ હાથમા પહેરેલ સોનાની બંગડીઓની લુંટ કરીને ગળુ દબાવી અથવા મોઢા ઉપર ડુમો દઇને મારી નાખી ગુનો કર્યો હતો. જે ગુનાની તપાસ પ્રથમ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ત્યાર બાદ સુરેન્દ્રનગર એલ.સી.બી.ને સોપવામા આવી હતી. જે ગંભીર પ્રકારના લૂંટ વીથ મર્ડરના અનડીટેક્ટ ગુનાને ડીટેકટ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સાહેબ (IPS)ની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત ધ્રાંગધ્રા ડીવિઝનના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામા આવી હતી. જે સીટને હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ગુનો ડીટેકટ કરવા ભારપુર્વક જણાવ્યું હતું. તેથી એલ.સી.બી.ટીમ તે દીશામાં પ્રયત્નશીલ હતી તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગરને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી કે લુટ વીથ મર્ડરના ગુનાનો આરોપી વડગામ ખાતેથી ગુનો કરી મુદામાલ લઈને પોતાના વતન કીંખલોડ તા.બોરસદ જી.આણંદ ખાતે છુપાતો છે. તેવી બાતમીને આધારે શંકાસ્પદ ઇસમને યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પુછપરછ કરતા મજકૂર ઇસમ ભાંગી પડ્યો હતો. અને પોતેજ આ ગુનો કરેલ હોવાની કબુલાત આપી હતી. તેથી આરોપી સતીષભાઇ રમેશભાઇ રાજપરમાર ગુનાના અટક કરી રીમાન્ડ મેળવી આરોપીની વધુ પુછપરછ કરતા ગુનામા ગયેલ સોનાના ઘરેણા પોતાના વતનમા સંતાડેલ હોવાની કબુલાત આપતા આરોપીને સાથે રાખી તેના વતન ખાતે તપાસ કરી ગુનામાં ગયેલ સોનાની બંગડી નંગ-૦૨ રૂ. ૧,૪૭,૦૦૦/-, સોનાના કાનમા પહેરવાના વારીયા નંગ-૦૬ રૂ.૧,૨૪,૦૦૦/- સહિત કુલ મુદામાલ કિંમત રૂ.૨,૭૧,૦૦૦/- નો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

 

જેમાં જે.ડી.પુરોહીત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન, જે.જે. જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગર, જે.વાય. પઠાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.સુરેન્દ્રનગર, એલ.સી.બી.સુરેન્દ્રનગરના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરીક્ષીતસિંહ ઝાલા, યશપાલસિંહ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઇ મકવાણા, પ્રતાપસિંહ રાઠોડ, કુલદીપભાઇ બોરીચા, કિશનભાઇ ભરવાડ, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુપતસિંહ રાઠોડ, ચેહરભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ પાઠક, શક્તિસિંહ ચૌહાણ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ રાઓલ, વિજયસિંહ બોરાણા, અનિરુધ્ધસિંહ ઝાલા વગેરે ટીમ દ્રારા લૂંટ વીથ મર્ડરના ગુનાનો આરોપી અને મુદ્દામાલ શોધી કાઢવા કામગીરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!