સર્કિટ હાઉસ પાસે આવેલા વિકાસ ચેમ્બરમાં ચાલતી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિ, સીટી બી ડિવિઝન પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સનમુન સ્પા નામના સ્પા પાર્લર પર દરોડો પાડી દેહવિક્રય જેવી અયોગ્ય પ્રવૃત્તિ કરતા બે આરોપી માલીકોની અટકાયત કરી છે. બંને આરોપી મહિલાઓને લાવીને સ્પાના ઓઠા હેઠળ કસ્ટમરોને દેહસુખ આપતી સવલતો આપતા હતા. પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
મોરબી શહેરના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા વિકાસ ચેમ્બરમાં ચાલતી સનમુન સ્પા નામની જગ્યાએ દેહવિક્રય જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની મળેલ બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પાના માલિક ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર(મરાઠી)ઉવ.૩૦ રહે.હાલ સનમુન સ્પા મૂળરહે. ડો.છગલલાલની ચાલી સયાજીગઢ વડોદરા શહેર તથા રાહુલભાઇ વિનોદભાઇ સોલંકી ઉવ.૨૬ રહે.અમરેલી ગામ તા.મોરબી વાળા પોતાની ભાગીદારીમાં સ્પા ચલાવી રહ્યા હતા અને તેમના કબજાવાળી જગ્યામાં બહારથી મહિલાઓ લાવી તેમને સ્પામાં રાખીને, સ્પામાં આવતા ગ્રાહકોને સ્પા અને બોડી મસાજના નામે દેહસુખ માણવા માટેની સવલતો પુરી પાડી કથિત રીતે કુટણખાનું ચલાવતા હતા, ત્યારે બી ડિવિઝન પોલીસ ટીમે પીઆઇ એન.એ.વસાવાની રાહબરી હેઠળ બંને આરોપીઓની અયકાયત કરી તેની વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.