વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યક્રુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા પ્રદીપભાઈ અનકભાઈ બછીયા ઉવ.૩૦ રહે.રંગપર તા.વાંકાનેર, રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા ઉવ.૩૬ રહે.ભલગામ તા.વાંકાનેર તથા સેમરાજ રાજુભાઈ ખાચર ઉવ.૨૦ રહે.રંગપર તા.વાંકાનેર વાળાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૪૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.