વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઘરેલૂ બાબતમાંથી વિવાદ થતાં પતિએ લાકડી વડે પત્નીને માર મારતાં મહિલાને ઈજાઓ પહોંચી હતી. ભોગ બનનાર દ્વારા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના ચમારવાસ વિસ્તારમાં રહેતા મનીષાબેન દિલીપભાઇ ચૌહાણ ઉવ.૨૯એ તેમના પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓએ ગઈ તા.૦૧/૦૫ના રોજ ઘર માટે જરૂરી ચીજવસ્તુ લેવા માટે તેના પતિ પાસે પૈસા માંગ્યા ત્યારે તેમના પતિ આરોપી દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણએ મનીષાબેન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો, અને અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ હુમલામાં મનીષાબેનના હાથ, પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, બનાવ બાદ મનીષાબેને પ્રથમ સરકારી હોસ્પિટલ અને પછી વાંકાનેરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે સમગ્ર ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.