વાંકાનેર શહેર પોલીસે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાના મોબાઇલ દ્વારા મેચની હારજીત અને રનફેર પર સોદા લખાવી રહ્યો હતો. પોલીસે રોકડા રૂ.૮૦૦ તથા રૂ.૫૦૦૦/-ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ.૫,૮૦૦/-નો મુદામાલ કબજે કર્યો છે.
વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે ટાઉનના ગ્રીન ચોક પાસે રેઇડ કરી હતી, જ્યાં હુસેનભાઈ વાલીમામદ સેખા ઉવ. ૩૮ રહે.લક્ષ્મીપરા શેરી નં-૩ વાંકાનેર વાળો મોબાઇલ ફોન દ્વારા ટાટા આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ ચેન્નઈ સુપરકિંગ્સ વિ. રોયલ ચેલેન્જર બેંગલોરની વચ્ચેની મેચ ઉપર હારજીત તથા રનફેર પર સટ્ટા માટેના સોદા લખાવી રહ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતાં આરોપી પાસેથી રૂ.૮૦૦ રોકડા તથા રૂ.૫ હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના મોબાઇલ પરથી મોબાઇલ નં. ૮૪૬૯૨૭૮૮૭૦ વાળા મોરબીના શખ્સ સાથે સટ્ટા બાબતે વાતચીત કરી, બે સોદા લખાવ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપી હુસેનભાઇ તથા મોરબીના મોબાઇલ નંબર વાળા શખ્સ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.