અન્ય રાજ્યમાંથી આવેલ વ્યક્તિનું રાત્રીના બે વાગ્યાના સમય આસપાસ લેપટોપ, મોબાઇલ સહિતની વસ્તુઓ સાથેનું બેગ જુના બસ સ્ટેન્ડ ખાતે ઉતાવળમાં ભૂલાય ગયું હતું. જે બાદ બસમાં બેસી જતા 112 માં કોલ કરી વાસ્તવિકતા જણાવતા પીસીઆર ના હસમુખભાઈ મયુરભાઈ અને લાલજીભાઈ દ્વારા જુના બસ સ્ટેન્ડ ખાતેથી તમામ સામાન મેળવી મૂળ અરજદારને પરત આપી ઉમદા કામગીરી બજાવી હતી.
અન્ય રાજ્યોનો રહેવાસી અને મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ રવિન્દ્ર ભંડારી નામનો વ્યક્તિનું રાત્રિના 2 વાગ્યે આસપાસ જૂના બસ સ્ટેન્ડ ખાતે લેપટોપ, મોબાઈલ સાથે બેગ ભૂલી ગયો હતો. અને ઉતાવળમાં બસમાં બેસી ગયો હતો. જે બેગ યાદ આવતાં 112 નંબર પર કોલ કરી જાણ કરતા તાત્કાલીક રાત્રિમાં સમયે ફરજ બજાવતા પી.સી.આર ના હસમુખભાઈ મયુરભાઈ અને લાલજીભાઇ દ્વારા રવિન્દ્રભાઈનો બેગ જૂના બસ્ટેડ થી મેળવી તેને પરત સોંપી સુરક્ષા સાથે સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.