મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામે ચરાડવા ગામની સીમ મહાકાળી આશ્રમની સામે ખરાબામાં લીંબડાના છાયડા નીચે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં જુગારની મજા માણતા આરોપી યુવરાજસિંહ ભીખુભા ઝાલા રહે.રણછોડરાય મંદિર પાસે ચરાડવા ગામ તા. હળવદ, લવજીભાઇ નાથાભાઇ ગોહિલ રહે.જુની કે.ટી. મીલ પાસે ચરાડવા તા. હળવદ, મનસુખભાઇ જીવાભાઇ સોલંકી રહે.ચરાડવા ગામ તા. હળવદ તથા બાબુલાલ પંજાભાઇ પરમાર રહે.આંદરણા ગામ તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૪૬,૦૦૦/- સાથે રંગેહાથ પકડી લઈ, તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.