હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા કૌશીકભાઇ હિંમતભાઇ ડાભી ઉવ.૨૦ ગઈકાલ તા.૦૪/૦૫ ના રોજ માલણીયાદ ગામે આવેલ પોતાની વાડીએ હોય તે દરમિયાન કોઇ કારણસર પોતાની વાડીમા આવેલ પાણી ભરેલ કુવામા પડી જતા ડુબી જતા કૌશીકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મરણ જનારની લાશ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, હાલ હળવદ પોલીસની તપાસમાં મૃતકના કુટુંબીજન હસમુખભાઇ અંબારમભાઇ ડાબી ઉવ.૫૦ પાસેથી મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.